મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જારી કરવામાં આવેલ જાહેરનામાનો ભંગ કરતા હળવદ પોલીસએ રાધે-ઇન હોટલના સંચાલકને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ પોલીસ સ્ટેશનના સ્ટાફે ચેકિંગ દરમિયાન હળવદ–માળીયા હાઇવે પર આવેલી રાધે-ઇન હોટલમાં રોકાયેલા મુસાફરોની નોંધ પથીક સોફ્ટવેરમાં કરવામાં આવી ન હતી તેમજ મુસાફરોના ઓળખ પુરાવા પણ મેળવાયા ન હતા.
સરકારી જાહેરનામાના સ્પષ્ટ ઉલ્લંઘન બદલ હોટલ સંચાલક નરેશકુમાર લાલુજી પટેલ (ઉ.વ. 27) રહે. રાધે-ઇન હોટલ, હળવદ–માળીયા હાઇવે, મૂળ વતન દેવગામ, તા. સલુંબર, રાજ્ય રાજસ્થાન એમના વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસની પ્રક્રિયા શરૂ કરી છે.




