HomeMorbiHalvadહળવદના ડૉક્ટર સાથે 48.14 લાખની ઓનલાઈન ઠગાઈ, સ્ટોક એક્સચેન્જમાં રોકાણ નામે ફેસબુક–વ્હોટ્સએપ...

હળવદના ડૉક્ટર સાથે 48.14 લાખની ઓનલાઈન ઠગાઈ, સ્ટોક એક્સચેન્જમાં રોકાણ નામે ફેસબુક–વ્હોટ્સએપ મારફતે ઠગોનું કાવતરું

મોરબી જીલ્લામાં સતત વધી રહેલા ઓનલાઈન ફ્રોડના બનાવોમાં હવે હળવદના એક ડૉક્ટર પણ ઠગોના શિકાર બન્યા છે. સ્ટોક એક્સચેન્જમાં રોકાણ કરાવવાની લોભામણી લાલચ આપી અજાણ્યા ઠગોએ કુલ રૂ. 48,14,000ની ઠગાઈ કર્યાનો ગંભીર કેસ સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ હળવદ સરા રોડ સ્થિત ઉમીયા પાર્ક સોસાયટીમાં રહેતા ડૉ. ચેતનકુમાર લાભુભાઈ જાકાસણીયા (ઉ.વ. 39) સાથે Irina Fedorova નામની ફેસબુક મેસેન્જર આઈડી દ્વારા સંપર્ક સાધવામાં આવ્યો હતો. સ્ટોક એક્સચેન્જમાં રોકાણની વિગતો આપીને ડૉક્ટરને વિશ્વાસમાં લઈ ઠગોએ બાદમાં Y96 SIG Customer Service નામનો વોટ્સએપ ગ્રુપ બનાવી તેમાં એડ કર્યો હતો.

RELATED ARTICLES

Most Popular