Thursday, May 7, 2026
HomeGujaratમોરબીના સામાકાંઠે ભડિયાળ કાંટા નજીક રીક્ષા હટાવવા બાબતે પથ્થરનો હુમલો

મોરબીના સામાકાંઠે ભડિયાળ કાંટા નજીક રીક્ષા હટાવવા બાબતે પથ્થરનો હુમલો

Advertisement
Advertisement

મોરબીના સામાકાંઠે આવેલ ભડીયાદ કાંટા નજીક સરકારી શાળા સામે રીક્ષા સ્ટેન્ડ પર યુવક CNG રીક્ષા લઇને ઉભો હતો ત્યારે આરોપીએ યુવકને પોતાની રીક્ષા અહિથી લઈ લેવા કહેતા યુવકે રીક્ષા ન લેતા આરોપીએ રીક્ષામાં પથ્થર વડે નુકસાન કરી યુવકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના ભડીયાદ ગામે રહેતા મુળજીભાઈ શામજીભાઈ વઘોરા (ઉ.વ.42) એ આરોપી પ્રભુ ઉર્ફે ઉદય કોળી રહે. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી ભડીયાદ કાંટા નજીક સરકારી શાળા સામે રીક્ષા સ્ટેન્ડ પર પોતાની રીક્ષા લઈને ઉભા હતા તે દરમિયાન આરોપીએ ફરીયાદીને પોતાની રીક્ષા અહિથી લઇ લેવાનુ કહેતા ફરીયાદીએ પોતાની રીક્ષા ન લેતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇને ફરીયાદીને જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરીને ફરીયાદીની રીક્ષા પર પથ્થર મારીને રીક્ષાના કાચ તોડી નાખેલ આ દરમિયાન ફરીયાદી આરોપી પાસે જતા આરોપીએ બીજો પથ્થર ફરીયાદીને મારતા ફરીયાદીને જમણા હાથના કાંડામા ફેકચર જેવી ગંભીર ઇજા કરી તેમજ ઝપા ઝપી કરી ફરીયાદીને નીચે પાડી દઇ જમણા પગે તેમજ જમણા હાથે મુઢ ઇજા કરી ભુડા બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular