Thursday, May 7, 2026
HomeGujaratમોરબીના યુવકને અમદાવાદની લુંટેરી દુલ્હને લૂંટ્યો, લગ્ન બાદ ત્રણ દિવસ પતિ સાથે...

મોરબીના યુવકને અમદાવાદની લુંટેરી દુલ્હને લૂંટ્યો, લગ્ન બાદ ત્રણ દિવસ પતિ સાથે રહી 3 લાખ લઈ ફરાર

Advertisement
Advertisement

મોરબીમાં લૂંટેરી દુલ્હનનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રૌઢના લગ્નવાછુ પુત્રને પોતાની નાતમાં છોકરી ન મળતાં તેમને અન્ય કાસ્ટમા લગ્ન કરવાનું નક્કી કર્યું હતું જેમાં અમદાવાદની લુંટેરી દુલ્હન ગેંગનો સંપર્ક થતા યુવક તથા તેના પીતાજીને વિશ્વાસમાં લઈ રૂ.3 લાખનું નક્કી કરી યુવતી સાથે લગ્ન રજીસ્ટ્રર કરાવ્યા હતા. જે બાદ ત્રણ લાખ રૂપિયા ઓળવી જઈ પ્રૌઢના ઘરે ત્રણ દિવસ રોકાઈ પોતાના પિતાના મરણનું બહાનું કરી જતી રહી હતી.

એટલું જ નહીં, આરોપીએ યુવતીના અન્ય સાથે લગ્ન કરાવી દઈ પ્રૌઢ તથા તેના પુત્ર સાથે છેતરપિંડી કરી હોવાની સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ, મોરબીના મહેન્દ્રનગર પ્રભુ કૃપા રેસીડેન્સી રોયલ પાર્કમાં રહેતા સુંદરજીભાઈ દેવજીભાઈ જશાપરા (ઉ.વ.55) એ આરોપી રાજુભાઇ તન્ના તથા ચાંદની બેન રહે બંને અમદાવાદવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીના દિકરા રાહુલ સાથે આરોપી રાજુભાઈ ઠકકરે આરોપી ચાંદની સાથે લગ્ન રજીસ્ટ્રાર કરાવી લગ્ન પેટેના ખર્ચના કુલ રૂ.3 લાખ ઓળવી જઈ આરોપીના ફરીયાદીના ઘરે ત્રણ દિવસ રોકાયને પોતાના પિતાનુ મરણ ગયેલ હોવાનુ બહાનુ કરી જતા રહ્યા હતા. ત્યારબાદ પાછા નહિ આવી આરોપીએ આરોપી ચાંદનીના અન્ય જગ્યાએ લગ્ન કરાવી દઈ ફરીયાદી સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular