Thursday, May 7, 2026
HomeGujaratમોરબીમાં સામાકાંઠે ચાર શખ્સોનો યુવક પર હિચકારો હુમલો

મોરબીમાં સામાકાંઠે ચાર શખ્સોનો યુવક પર હિચકારો હુમલો

Advertisement
Advertisement

મોરબીમાં સામાકાંઠે આવેલા ભડીયાદ રોડ પર આવેલા જવાહર સોસાયટીમાં યુવકના પગ પાસે આરોપીએ પોતાની કારની બ્રેક મારતા યુવક આરોપીને બોલતા આરોપીઓએ યુવકને ગાળો આપી લોખંડના પાઇપ વડે તથા છરીથી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ, મૂળ મોરબી તાલુકાના ખાખરાળા ગામના વતની અને હાલ મોરબીના ભડીયાદ કાંટા પાસે જવાહર સોસાયટીમાં શેરી નં.6 માં રહેતા મહેશભાઇ દેવજીભાઈ વણોલ (ઉ.વ.23) એ આરોપી ધ્રુવભાઈ દામજીભાઈ મકવાણા તથા દામજીભાઈ, અજય, મહેશ રહે. બધા ભડીયાદ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપી ધ્રુવભાઈ એ તેની સફેદ કલરની વરના કાર ચલાવી ફરીયાદીના પગ પાસે બ્રેક મારતા ફરીયાદીએ આરોપીને બોલતા આરોપીઓએ ફરીયાદીને લોખંડના પાઇપ, લાકડાના ધોકાથી તથા છરી વડે ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular