Thursday, May 7, 2026
HomeGujaratહળવદમાં 15 વર્ષથી અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને AHTU ટીમે જુની પીપળી...

હળવદમાં 15 વર્ષથી અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને AHTU ટીમે જુની પીપળી ગામેથી દબોચ્યો

Advertisement
Advertisement

હળવદ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનાના છેલ્લા 15 વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબીના જુની પીપળી ખાતેથી મોરબી AHTU ટીમે ઝડપી પાડયો છે.

મોરબી AHTU ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, હળવદ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનાનો આરોપી તથા ભોગ બનનાર હાલ જુની પિપળી ગામે રહેતા હતા. જે બાતમીના આધારે મોરબી AHTU ટીમ દ્વારા તપાસ કરતા આરોપી બળદેવભાઇ લાભુભાઇ રાજપરા રહે.જુની પીપળી તા.જી.મોરબી, મુળ રહે.ગોલાસણ તા.હળવદ જી.મોરબીવાળો ફરીયાદીની સગીર વયની દિકરીનું અપહરણ કરી ભગાડી ગયો હતો.

જેથી આરોપી બળદેવભાઇ લાભુભાઇ રાજપરા જુની પિપળી વાળાને તથા સગીરાને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે બન્નેને હળવદ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવ્યા છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular