HomeGujarat14 માસથી વચગાળાના જમીન પરથી ફરાર આરોપીને મોરબી પેરોલ ફલો સ્ક્વોડે હળવદથી...

14 માસથી વચગાળાના જમીન પરથી ફરાર આરોપીને મોરબી પેરોલ ફલો સ્ક્વોડે હળવદથી ઝડપી પાડ્યો

મોરબીમાં છેલ્લા 14 માસથી વચગાળાના જામીન પરથી ફરાર આરોપી આખરે હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયો છે.

મોરબી સબ જેલના કાચા કામના કેદી દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી નરેન્દ્રસિંહ રાઠોડ તા.28/8/2024 ના રોજ 3 દિવસના વચગાળાના જામીન રજા પર જેલ મુક્ત થયો હતો. તેને મોરબી જેલ ખાતે તા.1/9/2024 ના રોજ હાજર થવાનું હતું પરંતુ આરોપી વચગાળાના જામીન પરથી ફરાર થઇ ગયો હતો. આ કેદી દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી નરેન્દ્રસિંહ રાઠોડ રહે. મધ્યપ્રદેશ વાળાને ખાનગી બાતમી આધારે હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડી મોરબી સબ જેલ હવાલે કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular