મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરીયાએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.
ગુજરાતમાં સૌપ્રથમ વખત વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના CAPEXIL માં સિરામિક અને રિફ્રેક્ટરીઝ પેનલમાં ચેરમેન તરીકે નિલેશભાઈ જેતપરીયા બિનહરીફ ચૂંટાયા છે.
આ પ્રતિષ્ઠિત જવાબદારી સંભાળતા મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન પ્રમુખ હરેશભાઈ બોલપિલ દ્વારા તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી છે.




