Sunday, April 19, 2026
HomeMorbiHalvadહળવદના મીયાણી ગામે સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો 

હળવદના મીયાણી ગામે સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો 

Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં દારૂનું દુષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે ત્યારે મોરબી જીલ્લાના હળવદ તાલુકાના તાલુકાના મીયાણી ગામની સીમમાં સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂની 22 બોટલ હળવદ પોલીસે ઝડપી પાડી એક શખ્સ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશ એક્ટ મુજબ ગુન્હો નોંધીઆગળ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ હાથ ધરતા હળવદ તાલુકાના મીયાણી ગામની સીમમાં આરોપી જયદીપ ઉર્ફે ભુરી દિનેશભાઇ ડાભી રહે. મયુરનગર ગામ તા. હળવદવાળા એ પોતાના કબ્જા ભોગવટા વાળી સ્વીફ્ટ કાર રજીસ્ટર નંબર -જીજે-૩૬-એ.એલ.-૦૩૧૫ વાળીમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની કુલ બોટલ નંગ -૨૨ કિં રૂ‌. ૬૫૬૦ તથા કાર કિં રૂ‌. ૩,૦૦,૦૦૦ મળી કુલ કિં રૂ‌. ૩,૦૬,૫૬૦ નો મુદામાલ પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular