મોરબી રાજકોટ હાઈવે રોડ પરથી યુવક તેના પત્ની સાથે બાઇક લઈને જતા હતા ત્યારે જબલપુર ગામના પાટીયા પાસે ગાયોનું ટોળુ રોડ પરથી પસાર થતા યુવકે બાઈક ધીમી પાડી અને આરોપીએ પાછળથી કાર બાઈકને ભટકાવી એક્સીડન્ટ કરતા દંપતી ઈજાગ્રસ્ત થયા હતા.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, રાજકોટ પ્રીયદર્શન સોસાયટી શેરી નં.6 ઓમનગર મેઇન રોડ મવડીમાં રહેતા વિજયભાઈ કીશોરભાઈ ચૌહાણ (ઉ.વ.31) એ આરોપી અલ્ટ્રોજ કાર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી તથા ફરીયાદીના પત્ની ગાયત્રીબેન બાઇક પર રાજકોટથી આમરણ દર્શને જતા હતા તે દરમિયાન રાજકોટ મોરબી હાઇવે રોડ જબલપુર ગામના પાટીયાથી ખજુરા હોટલ વચ્ચે રોડ પર ગાયનુ ટોળુ પસાર થઈ રહ્યું હોવાથી ફરીયાદીએ મોટરસાયકલની સ્પીડ ધીમી કરતા પર ઝડપે આવી રહેલા અલ્ટ્રોજ કાર ચાલકે પોતાનો કાબુ ગુમાવી બાઈકને હડફેટે લઈ એક્સીડન્ટ કરતા ફરીયાદીને શરીરે મુંઢ ઇજા તથા ફરીયાદીના પત્ની ગાયત્રીબેનને માથામાં તથા શરીરે અને જમણા હાથના કાંડાના ભાગે ફેક્ચર કરી તેમજ જમણા હાથની આંગળી કપાઇ જતા ગંભીર ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




