મોરબી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા પોલીસ કર્મીઓ પ્રયત્નશીલ છે ત્યારે પેરોલ ફર્લો સ્કવોડ મોરબી પોલીસ કર્મચારીઓ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી છેલ્લા 6 વર્ષથી નાસતા ફરતા આરોપીને હ્યુમનસોર્સ તથા ટેકનીકલ માધ્યમથી મળેલ હકીકત આધારે ઇન્દરસિંહ કાલુસિંહ ભુરીયને મધ્યપ્રદેશથી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડે પકડી પાડ્યો છે.
આ સાથે જ મોરબીવાસીઓ માટે પોલીસે પ્રજાજોગ સંદેશ જારી કર્યો છે કે, આપના રહેણાંક મકાનો વ્યવસાયના સંકુલો સહિતના સ્થળોએ આપ આપની કિંમતી ઝવેરાત/રોકડ રૂપીયા/દસ્તાવેજ વિગેરે ચોરીઓના બનતા બનાવો અટકાવવા મજબુત તીજોરીમાં રાખવા, બેંક લોકરમાં રાખવા, જરૂરી જગ્યાએ જુદા જુદા એંગલથી સારી કવોલીટીના રેકોર્ડીંગ સચવાય રહે તેવા સી.સી.ટીવી કેમેરા ગોઠવવા, તેમજ ખાનગી સીકયુરીટી ગાર્ડ, ઇમરજન્સી અલાર્મ રાખવા, ઘર ધાટી, ભાડે આપેલ મકાનો સંકુલોની પોલીસ સ્ટેશનમાં જાણ કરવા, ખેત મજુરોની માહીતી, સંકુલમાં કામ કરતા મજુરની માહિતી નજીકના પો.સ્ટેમાં આપવા તેમજ અજાણ્યા ફેરીયાઓની માહિતી નજીકના પો.સ્ટે.માં આવતા અથવા મોરબી જિલ્લા કંન્ટ્રોલ રૂમ નંબર ૦૨૮૨૨-૨૪૩૪૭૯/૮૦ અથવા ૧૧૨ માં જાણ કરવા અનુરોધ કરાયો છે.




