Thursday, May 7, 2026
HomeGujaratશેરબજારમાં રોકાણના નામે ૪૮.૧૪ લાખની છેતરપિંડી કરનાર ગેંગના ચાર સભ્યોને મોરબી સાયબર...

શેરબજારમાં રોકાણના નામે ૪૮.૧૪ લાખની છેતરપિંડી કરનાર ગેંગના ચાર સભ્યોને મોરબી સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડયા 

Advertisement
Advertisement

મોરબી: શેરબજારમાં રોકાણ કરવાની લોભામણી લાલચ આપી રોકાણ કરવવાના બહાને રૂ. ૪૮,૧૪,૦૦૦ ની છેતરપિંડી કરનાર ગેંગના ચાર સભ્યોને મોરબી સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડયા છે.

આ અંગે મળતી માહિતી મુજબ છેલ્લા ઘણા લાંબા સમયથી સાયબર ક્રાઈમ ગઠીયાઓ શેરમાર્કેટમાં રોકાણ કરાવવા માટે સોશ્યલ મીડીયાના જુદા જુદા પ્લેટફોર્મ પર સ્ટોક એક્સચેન્જમાં રોકાણ કરવા અંગે લલચામણી સ્કીમો આપી રોકાણ કરવવાના બહાને ફરીયાદીનો સંપર્ક સાધી વ્હોટસએપ ગૃપ “Y96 SIG Customer service ” મા એડ કરી તેમા ફરીયાદીને શેર માર્કેટમા રોકાણ કરવાની લલચામણી, લોભામણી લાલચ આપી ફરીયાદી પાસેથી કુલ રૂ.૪૮,૧૪,૦૦૦/- નુ સાયબર ફ્રોડ આચરેલ. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયેલ હોય જેથી બનાવની તપાસમાં મોરબી સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ફ્રોડ આચરનારાઓ અંગે ટેકનીકલી માહીતી મેળવી જુદી જુદી ટીમો બનાવી સાયબર ફ્રોડ આચરનાર ગેંગના કુલ ૦૪(ચાર) આરોપીઓ રાહુલ હર્ષદભાઇ ચૌધરી, ખુશ નવીનભાઇ ભાલોડીયા, જયદિપ રામભાઇ લગારીયા, શ્યામ કિશોરભાઇ રૂપાપરાને પકડી પાડવામાં સફળતા મળેલ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular