Sunday, April 19, 2026
HomeMorbiટંકારામા અરજી કરવા બાબતનો ખાર રાખી યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો 

ટંકારામા અરજી કરવા બાબતનો ખાર રાખી યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો 

Advertisement
Advertisement

મોરબી જીલ્લામા મારામારીની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે ટંકારા લતીપર ચોકડી નજીક રોડ ઉપર યુવકને આરોપી સાથે ભુંડ પકડવા બાબતે બોલાચાલી થઇ હોય જેથી યુવકે અરજી કરતા આરોપીઓને સારૂં નહી લાગતા આરોપીઓએ યુવકને મારી બાઈકમા નુકસાન કર્યું હોવાની ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા જમજમનગર સોસાયટી સરકાર સ્કૂલ પાસે રહેતા કલ્લુસિંગ ઉર્ફે સતપાલસિંગ બાવરી (ઉ.વ.૨૪) એ આરોપી મખનસીંગ મહેન્દ્રસીંગ બાવરી, ક્રિપાલસીંગ મહેન્દ્રસીંગ બાવરી, ભગતસીંગ ઉર્ફે જગ્ગી મહેન્દ્રસીંગ બાવરી

રહે.બઘા ટંકારા સરદાર સોસાયટી તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ટંકારા લતીપર ચોકડી પાસે રોડ ઉપર આરોપી મખનસીંગ સાથે ભુંડ પકડવા બાબતે ફરીયાદીને બોલાચાલી થતા ફરીયાદીએ અરજી કરતા જે આરોપીઓને સારુ નહીં લાગતા આરોપીઓએ ફરીયાદીના ભાઇ ગુરમુખસીંગ રજીસ્ટર નં-જી.જે.- ૦૪.- ડી.ક્યુ.- ૮૦૭૫ વાળુ મોટરસાયકલ લઇ આવતા હોય તેઓને ઉભુ રખાવીને બોલાચાલી ઝઘડો કરી ત્રણથી ચાર ઝાપટ મારી ભુંડી ગાળો આપી મોટરસાયકલમા આશરે રૂ.૩૦૦/-નુ નુકશાન કરી નાસી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular