Thursday, May 7, 2026
HomeGujaratમોરબીના ઢાળ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ/બીયરનો જથ્થો પકડાયો; આરોપી ફરાર 

મોરબીના ઢાળ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ/બીયરનો જથ્થો પકડાયો; આરોપી ફરાર 

Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં દુધ કરતા દારૂનુ વેચાણ વધુ થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે મોરબીના શોભેશ્વર રોડ પર આવેલ ઢાળ વિસ્તારમાં હનુમાનજી મંદિર પાસે આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ/બીયરનો જથ્થો મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.‌ જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીના શોભેશ્વર રોડ પર આવેલ ઢાળ વિસ્તારમાં હનુમાનજી મંદિર પાસે રહેતા આરોપી જયેશભાઇ ઉર્ફે અભો કનુભાઈ મકવાણાએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૩ તથા બિયર ટીન નંગ -૧૩ મળી કુલ બોટલ તથા ટીન નંગ -૨૫ જેની કિંમત રૂપિયા ૧૯,૫૪૦ નો મુદામાલ પોલીસે ઝડપી પાડી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular