HomeGujaratમોરબીના શકત શનાળામા રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂની 105 બોટલ ઝડપાઇ: આરોપી ફરાર 

મોરબીના શકત શનાળામા રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂની 105 બોટલ ઝડપાઇ: આરોપી ફરાર 

મોરબી શહેરમાં દારની રેલમછેલ બોલી રહી છે ત્યારે મોરબીના શકત શનાળામા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૦૫ બોટલ કિં રૂ‌. ૧૯,૯૦૯ નો મુદામાલ પોલીસે ઝડપી પાડી આરોપી સ્થળ પર હાજર ન મળી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીના શકત શનાળા ખાતે રહેતા આરોપી વિકીભાઈ નારણભાઈ નાટડાએ પોતાના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૦૫ કિં રૂ‌. ૧૯,૯૦૮ નો મુદામાલ ઝડપી પાડી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular