Thursday, May 7, 2026
HomeGujaratમોરબીના લીલાપર રોડ પર આવેલ પેપર મીલમાં મશીનમાં આવી જતા યુવકનું મૃત્યુ 

મોરબીના લીલાપર રોડ પર આવેલ પેપર મીલમાં મશીનમાં આવી જતા યુવકનું મૃત્યુ 

Advertisement
Advertisement

મોરબી જીલ્લામા અનેક ઉદ્યોગ આવેલ છે જેમાં અકસ્માત બનાતા હોય છે ત્યારે મોરબીના લીલાપર રોડ પર આવેલ રાધેશ્યામ પેપર મીલમાં કામ કરતી વખતે મશીનમાં પડી જતા ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું મોત નિપજ્યું.

આ અંગે મળતી માહિતી મુજબ મુળ ઉતરપ્રદેશના વતની અને હાલ મોરબીના લીલાપર રોડ પર આવેલ રાધેશ્યામ પેપર મીલમાં રહેતા વિવેક જમાહીરલાલ ચમાર (ઉ.વ.૧૯) નામનો યુવક રાધેશ્યામ પેપર મીલમાં કામ કરતો હોય તે વખતે મશીનમાં પડી જતા ગંભીર ઈજા પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular