Thursday, May 7, 2026
HomeGujaratહળવદના રણછોડગઢ ગામેથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ; 1.08 લાખનો મુદ્દામાલ કરાયો...

હળવદના રણછોડગઢ ગામેથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ; 1.08 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત 

Advertisement
Advertisement

હળવદ તાલુકાના રણછોડગઢ ગામની સીમમાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પકડી કુલ કિ.રૂ ૧,૦૮,૦૦૦/- નો મુદામાલ હળવદ પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે બે ઈસમોને સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે રણછોડગઢ ગામની સીમમાં રેઇડ કરતા દેશી દારૂ બનાવવાની ચાલુ ભટ્ટી પકડી દેશી દારૂ લીટર ૨૧૫ તેમજ દેશી દારૂ બનાવવાનો આથો લીટર- ૨૬૦૦ મળી કુલ કિ.રૂ ૧,૦૮,૦૦૦/- નો મુદામાલ પકડી બે ઇસમો સહદેવભાઇ કનુભાઇ સુરેલા રહે ગામ રણછોડગઢ ઝુંડ તા.હળવદ તથા ઇલેશ શંભુભાઇ ડાભી રહે ગામ સુંદરગઢ તા. હળવદવાળા વિરુધ્ધમાં પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular