મોરબી જિલ્લામાં સાયબર ક્રાઇમ અટકાવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જેમાં “મ્યુલ એકાઉન્ટસ” હોલ્ડર વિરૂધ્ધ મોરબી જીલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી કરી ચાર ગુન્હા રજીસ્ટર કરવામાં આવ્યા છે.
આ અંગે મળતી માહિતી મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ.વસાવા તથા મોરબી સાયબર ક્રાઇમ પોલીસ ટીમ અને મોરબી જીલ્લા પોલીસ દ્વારા ભારત સરકારના 14C (Indian Cyber Crime Coordination Center), નવી દિલ્હી તરફથી મ્યુલ બેંક અકાઉન્ટોની પ્રાપ્ત થયેલ માહિતીના આધારે, મોરબી જીલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા મોરબી જીલ્લાના પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમો, બનાવી સાયબર ફ્રોડના નાણા જે બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે તેવા મ્યુલ એકાઉન્ટની તપાસ હાથ ધરવામાં આવતા આવા મ્યુલ એકાઉન્ટોમાં સાયબર ફ્રોડમાં ગયેલ રૂપિયાઓને એ.ટી.એમ. તથા ચેકથી ઉપાડ કરેલ હોય જે નાણાકીય વ્યવહાર શંકાસ્પદ જણાયેલ આવેલ હોય જે આવા નાણાકીય વ્યવહાર કરનાર ઇસમોએ સંગઠીત અપરાધ કરી ગુનાહીત કાવતરૂ રચી, અલગ-અલગ રાજ્યોના વ્યક્તિઓ સાથે વિશ્વાસઘાત/છેતરી પીંડી કરી સાયબર ફ્રોડથી મળેલ નાંણા સગેવગે કરવા તથા પોતાના આર્થિક લાભ સારૂ પોતાના બેંક અકાઉન્ટમાં જમા થયેલ સાયબર ફોડની રકમને ચેક તથા ATM દ્વારા નાણાકીય વ્યવહાર કરી ગુનો કરેલ હોય જેના આધારે તેઓના વિરૂધ્ધ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં કુલ -૦૪ ગુનાઓ દાખલ કરાવામાં આવેલ છે.
જેમાં આરોપી ભરતભાઇ પરસોત્તમભાઇ કાનજીભાઇ બારડ (રાવળદેવ) ઉ.વ. ૪૦ ધંધો પ્રિન્ટીંગ રહે. નવલખીરોડ, રણછોડનગર-૧, ગરબી ચોક પાસે, મોરબી (૨) રોહિતભાઇ બચુભાઇ મુંઝારીયા રહે. મહેન્દ્રપરા શેરી નં.-૧૪ હાલ રહે. રવાપરગામ, રવેચી બંગલા વાળી શેરી, મોરબી (૩) રાહુલ બચુભાઇ મુંઝારીયા રહે. રવાપરગામ, રવેચી બંગલા વાળી શેરી, મોરબી તથા આનંદભાઈ સોમાભાઈ હળવદીયા રહે. આનંદનગર શેરી નં -૦૩ શનાળા રોડ મોરબી વાળા વિરૂદ્ધ મોરબી સિટી એ ડીવીઝનમા ગુન્હો નોંધાવેલ છે તથ આરોપી વર્સ વિજેન્દ્રસીંઘ ધામા રહે. વૃંદાવન પાર્ક એપાર્ટમેન્ટ -૧૦૧ કર્ણાવતી હોટલ પાસે મોરબી તથા યશપાલ દવે રહે. ૧૪૨ અરુણોદયનગર મોરબીવાળા વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવી આગળ તપાસ હાથ ધરી છે.




