Thursday, May 7, 2026
HomeGujaratસાયબર ફ્રોડથી મેળવેલ નાણાં ચાર શખ્સોએ કર્યા અલગ અલગ બેન્ક એકાઉન્ટમા જમા;...

સાયબર ફ્રોડથી મેળવેલ નાણાં ચાર શખ્સોએ કર્યા અલગ અલગ બેન્ક એકાઉન્ટમા જમા; ગુન્હો દાખલ 

Advertisement
Advertisement

મોરબીમાં સાયબર ફ્રોડથી મેળવેલ નાણાં ચાર શખ્સો દ્વારા દ્વારા પોતાના અલગ અલગ એજન્ટો નિમી આર્થિક લાભ મેળવવા માટે સગાંસંબંધીઓ તથા લાગતા વળગતાના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી ફ્રોડની રકમ ચેકથી વિડ્રો કરી નાણાં સગેવગે કરનાર ચાર શખ્સો વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના અનારામ પોલીસ કોન્સ્ટેબલ અમિતભાઈ ચંદુલાલ બાબરીયાએ આરોપી આનંદભાઇ સોમાભાઇ હળવદીયા (ઉ.વ.૩૨) આર.ટી.ઓ એજન્ટ રહે. આનંદનગર શેરી નં.૩, શનાળા રોડ, મોરબી, કરણભાઇ સોમાભાઇ હળવદીયા રહે. આનંદનગર, શનાળા રોડ, મોરબી, વિપુલભાઇ રામજીભાઇ ગડા રહે. અંધેરી, મુંબઈ, હેમુભાઇ રહે. અમદાવાદવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ તેઓના સબંધીઓના બેન્ક એકાઉન્ટ ખોલાવડાવી તેઓની જાણ બહાર આરોપીઓએ તેના લાગતા વળગતા અલગ અલગ વ્યકિતઓ પાસેથી સાયબર ફ્રોડથી મેળવેલ નાણા સગેવગે કરવા પોતાના અલગ અલગ એજન્ટોને નિમી તેઓને આર્થિક લાભ આપવાની લાલચ આપી તેઓના બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ જમા કરાવી તે રકમ ચેકથી વિડ્રો કરી કેસ મેળવી સાયબર ફ્રોડના નાણા સગેવગે કર્યા હોવાથી આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૬(૫), ૩૧૮(૪),૬૧(૨), ૫૪,૩૧૭(૨) મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular