Sunday, April 19, 2026
HomeMorbiમોરબી ના લજાઈ નજીકથી ડુપ્લીકેટ એન્જિન ઓઇલ નું કારસ્તાન ઝડપાયું, સ્ટેટ મોનિટરિંગ...

મોરબી ના લજાઈ નજીકથી ડુપ્લીકેટ એન્જિન ઓઇલ નું કારસ્તાન ઝડપાયું, સ્ટેટ મોનિટરિંગ સેલ એ પાડ્યો દરોડો,

Advertisement
Advertisement

મોરબી ના લજાઈ નજીકથી ડુપ્લીકેટ એન્જિન ઓઇલ નું કારસ્તાન ઝડપાયું, સ્ટેટ મોનિટરિંગ સેલ એ પાડ્યો દરોડો,

મોરબીના લજાઈ ગામની સીમમાં આવેલ મારુતિ ઇન્ડસ્ટ્રીયલ એરિયાના ગોડાઉનમાં ડુપ્લીકેટ એન્જિન ઓઇલ નું પેકિંગ અને સેલિંગ ચાલતું હોય જે બાબતની જાણ સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમને થતા સ્થળ પર ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ પરથી 21488 લીટર ડુપ્લીકેટ એન્જિન ઓઇલ નો જથ્થો ઝડપી પાડ્યો છે જેની કિંમત આશરે 17,19,040/- છે સાથે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા બે મોબાઈલ કબ્જે કરવામાં આવ્યા છે. સાથે એક વાહન કબજે કર્યું છે જે પણ ગુનામાં ઉપયોગમાં લેવામાં આવ્યું હતું ઉપરાંત 5,200/- ની રોકડ રકમ તથા પ્રાઇઝ ટેગ લખવાનું મશીન, બેલ્ટ મશીન, ઇલેક્ટ્રોનિક વજન કાંટો, સીલીંગ મશીન, ઓલ્ડ ફીલિંગ મશીન, બોટલ સીલીંગ મશીન, બેરલ સાથે કુલ 23,17,040 /- રૂપિયાનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે.

ત્યારે બે આરોપી મેહુલ નરેન્દ્રભાઈ ઠક્કર રહે ૧૦૨, શિવ હેરિટેજ ગોકુલધામ સોસાયટી મોરબી કે જે ડુપ્લીકેટ એન્જિન ઓઇલ બનાવનાર મુખ્ય આરોપી છે તથા અરુણ ગણેશભાઈ કુંડારીયા રહે. મોરબી રવાપર રોડ સંકલ્પ એપાર્ટમેન્ટ બ્લોક નં ૪૦૪ વાળાને ઝડપી પાડ્યો છે. સ્થળ પર મેક, સેરવો, ગલ્ફ, તથા હીરો કંપનીના સ્ટીકર મારી ડુપ્લીકેટ એન્જિન ઓઇલ બનાવી વેચવામાં આવતું હતું.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular