મોરબી જીલ્લામાં જુગારીઓને બારે માસ શ્રાવણ હોય તેમ મોરબી તાલુકાના જુનાં પીપળી ગામે પાણીની ટાંકીની સામે બાવળની કાંટમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને રોકડ રકમ રૂપિયા ૮૦૬૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના જુનાં પીપળી ગામે પાણીની ટાંકીની સામે બાવળની કાંટમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સો પ્રેમજીભાઇ પુજાભાઇ રાઠોડ (ઉ.વ.૬૦) રહે. માનસધામ સોસાયટી પીપળી તા.જી.મોરબી, વિનોદભાઇ મંજીભાઇ ઉભડીયા (ઉ.વ.૪૨) રહે-માનસધામ સોસાયટી પીપળી તા.જી.મોરબી, અમીતભાઇ મનુભાઇ પારધી (ઉ.વ.૩૮) રહે- જુનુ પીપળી તા.જી.મોરબી, જયંતીભાઇ પ્રેમજીભાઇ મકવાણા (ઉ.વ.૫૬) રહે-જુનુ પીપળી તા.જી.મોરબીવાળાને રોકડ રૂપિયા ૮૦૬૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




