Thursday, May 7, 2026
HomeGujarat“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત મોરબીમાથી ખોવાયેલ બાઈક, મોબાઇલ, તથા રોકડ રકમ...

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત મોરબીમાથી ખોવાયેલ બાઈક, મોબાઇલ, તથા રોકડ રકમ શોધી કાઢી અરજદારોને પરત કરાયા 

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલ ના ઉપયોગથી મોરબી માથી રૂ.૮,૦૯,૩૯૮/- ની કિમતના કુલ-૪૨ ખોવાયેલ મોબાઈલો તેમજ રોકડ રકમ કિ.રૂ.૨,૮૩,૦૦૦/- તથા મોટરસાયકલ ૦૩ શોધી કાઢી અરજદારોને મોરબી સીટી એ-ડીવીજન પોલીસ દ્વારા પરત કરવામાં આવેલ છે.

મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ દ્વારા “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી “CEIR”મા એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી મોરબીમાથી ખોવાયેલા કુલ મોબાઇલ નંગ-૪૨ કી .રૂ. ૮,૦૯,૩૯૮/- તથા એક અરજદારની રોકડ રકમ રૂ. ૨,૮૩,૦૦૦/- પડિ ગયેલ હોય જે શોધી પરત આપી તથા બીનવારશી મળેલ ૦૩ બાઈક કી.રૂ.૧,૧૫,૦૦૦/- નુ શોધી મુળ માલીકને પરત કરી કુલ કિં રૂ. ૧૨,૦૭, ૩૯૮/- નો મુદામાલ પરત કરી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર મોરબી સીટી એ ડીવીજન પોલીસ એ સાર્થક કરેલ છે.

RELATED ARTICLES

Most Popular