મોરબીમાં એક ખેડૂતને મહિલા સહિત આઠ જેટલા શખ્સોએ હનીટ્રેપમા ફસાવી લાખો રૂપિયા પડાવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ખેત મજુર તરીકે આવેલ મહિલાએ કપડા ઉતરી ખેડૂતને બથ ભરી હતી અને એ વખતે ત્યાં હાજર તેમના સાગરીતો દ્વારા ફોટો વિડિઓ ઉતારી ખેડૂતોને બ્લેકમેઇલ કરી ખેડૂતોનુ અપહરણના પણ કરવામાં આવ્યું હતું અને આરોપીઓએ ખેડૂતો પાસેથી ૫૩ લાખ પડાવ્યા હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીની અવની ચોકડી પાસે શક્તિ પાર્કમાં રહેતા અને ખેતી કરતા ભરતભાઈ અમરશીભાઈ કાસુન્દ્રા (ઉ.વ.૫૯) એ આરોપી ખશીબેન પટેલ રહે. મોરબી મૂળ રહે. ગોંડલ, મુકેશભાઈ આલ રહે. સુદામડા બોટાદ, રામાભાઈ હાડગડા રહે. નાગલપર બોટાદ, જીલાભાઈ ભરવાડ, રહે. બોટાદ, મનીષભાઈ ગારીયા રહે. બોટાદ, પાંચાભાઈ કોળી રહે. તીથવા તા. વાંકાનેર, કરણભાઈ ઉર્ફે રહે. વાંકાનેર, દેવાંગ વેલાણી કોળી રહે. બોટાદવાળા વિરુદ્ધ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરીયાદિનો કોન્ટેક્ટ કરાવી આપતા આરોપી ખુશીબેન ફરીયાદીની વાડીએ મજુરી માટે તેની વાડીએ આવતા ફરીયાદિને બથ ભરી લઈ તે દરમ્યાન આરોપીઓ આવી ગયેલ અને ફરીયાદિના ફોટા વીડીયો ઉતારી ફરીયાદીને છેડતી બળાત્કારની ફરીયાદની ખોટી ધમકી આપી ફરીયાદીને લાફા મારી ફરીયાદી પાસે એક કરોડ ચૌદ લાખની માંગણી કરી તે પૈકી ફરીયાદી પાસેથી ૧૦૦ ગ્રામના -૪ (ચાર) સોનાના બીસ્કીટ કિ.રૂ.૫૦,૦૦,૦૦૦/-(પચાસ લાખ) તથા સોનાનો અઢી તોલાનો ચેઇન કિ.રૂ.૨,૫૦૦૦૦/- તથા રોકડા રૂ. ૧,૦૦,૦૦૦/- ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી કુલ મુદામાલ રૂ.૫૩, ૫૦૦૦૦/- નો બળજબરી પુર્વક કઢાવી લઇ બાદ આરોપીઓએ ફરીયાદીની વાડીએથી ફરીયાદી નું અપહરણ કરી લઈ જઈ ગોંધી રાખ્યા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ કલમ-૩૦૮(૫)(૭), ૧૪૦(૨), ૧૨૭(૨), ૧૧૫(૧) ૩૫૧(૨),૬૧ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

