માળીયા મીયાણા વિસ્તારના નવી નવલખી સિમમાંથી દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે એક શખ્સને માળીયા મીયાણા પોલીસ દ્વારા દબોચી લેવામાં આવેલ છે.
આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન, મળેલ બાતમીના આધારે, નવીનવલખી ગામની સીમમાથી દેશી હાથ બનાવટની જામગરી (હથિયાર) બંદુક નંગ-૦૧ કિં.રૂ. ૨૦૦૦ નાં મુદામાલ સાથે આરોપી સુભાનભાઇ આદમભાઇ મોવર (મીયાણા) રહે.નવી વલખી ગામ તા. માળીયા મીયાણાવાળાને પકડી માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનમાં હથીયારધારા તળે ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ.

