HomeGujaratતરકીયા ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડતી વાંકાનેર તાલુકા પોલીસ; ત્રણ ઈસમોની...

તરકીયા ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડતી વાંકાનેર તાલુકા પોલીસ; ત્રણ ઈસમોની ધરપકડ કરાઈ 

વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાંથી દેશી દારૂ ભઠ્ઠી ઝડપી પાડી એક લાખથી વધુનો મુદ્દામાલ‌ સાથે ત્રણ ઈસમોને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે તરકીયા ગામની સીમમાં શેખડો તરીકે ઓળખાતી ખરાબાની જગ્યામાં રેડ કરી હતી. જે સ્થળેથી દેશી દારૂ બનાવવાનો આથો 400 લીટર અને 600 લીટર દેશી દારૂ તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. 1,30,150ના મુદામાલ મળી આવ્યો હતો, પોલીસે મુદામાલ સાથે ત્રણ ઈસમો વિજયભાઈ ભુપતભાઈ મકવાણા, વિપુલભાઈ ભુપતભાઈ મકવાણા અને વિશાલભાઈ રવજીભાઈ મકવાણાને પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular