રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો – ૨૦૨૬ ની ઉજવણીના ભાગરૂપે આજે આર.ટી.ઓ મોરબી દ્વારા જિલ્લા માર્ગ સલામતી સમિતિના સભ્યોની સાથે રાખીને ઓપરેટ કન્યા છાત્રાલય, ટંકારા ખાતે ઉદ્દઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ.
જેમાં ઉદ્દઘાટન નાયબ પોલીસ અધિક્ષક સમીર સરડાના અધ્યક્ષ સ્થાને ખુલ્લો મૂકી તેમાં એ.આર.ટી.ઓ આર.પી. પ્રજાપતિ, ટંકારા ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, ઓપરેટ કન્યા છાત્રાલયના કેમ્પસ ડાયરેક્ટર ગોપાલભાઈ રતનપરા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. જ્યાંરે મંચસ્થ મહાનુભાવો દ્વારા આર.ટી.ઓ, પોલીસ, છાત્રાલય નો સ્ટાફ અને ૧૫૦ થી વધુ વિદ્યાર્થીનીઓને માર્ગ સલામતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ. જાન્યુઆરી ૨૦૨૬ દરમીયાન આર.ટી.ઓ તેમજ પોલીસના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવનાર માર્ગ સલામતીના કાર્યક્રમોની જાણ કરવામાં આવી. તેમજ વિદ્યાર્થીનીઓને આવનારા ભવિષ્યમાં એક સાચા અને સજાગ વાહનચાલક કેવી રીતે બનવુ, રસ્તા પર થતા અકસ્માતમાં ભોગ બનનારને મદદ કરનાર માટે રાહવીર યોજના, એન્ફોર્સમેન્ટની કામગિરી એ માર્ગ સલામતીનું જ એક અંગ છે, ટ્રાફિકના નિયમો જાણવા અને તેનું પાલન કરવું વગેરે વિષય પર વિદ્યાર્થીઓને સમજૂતી આપવામાં આવી.

