HomeGujaratમોરબીમાથી પ્રતિબંધી ચાઇનીઝ દોરીની 06 ફિરકી સાથે બે ઈસમો દબોચી લેતી એ...

મોરબીમાથી પ્રતિબંધી ચાઇનીઝ દોરીની 06 ફિરકી સાથે બે ઈસમો દબોચી લેતી એ ડીવીઝન પોલીસ 

મોરબી જીલ્લામાં ચાઇનીઝ દોરીના વેચાણ પર મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે ત્યારે મોરબી શહેરમાં આવેલ શનાળા રોડ પર ઉમીયા સર્કલ પાસે કેનાલ નજીકથી પ્રતિબંધીત ચાઇનીઝ ફિરકી નંગ -૦૬ કિં રૂ‌. ૩૬૦૦ નાં મુદામાલ સાથે બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ જાહેર કર્યો હોય જે અનુસંધાને જાહેરમુ પ્રસિદ્ધ થતા જાહેરનામા ભંગ બાબતે મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ ચેકિંગમા હોય તે દરમ્યાન મોરબી શહેરમાં આવેલ શનાળા રોડ પર ઉમીયા સર્કલ પાસે કેનાલ નજીક વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ પ્રતિબંધીત ચાઇનીઝ ફિરકી નંગ -૦૬ કિં રૂ‌. ૩૬૦૦ નાં મુદામાલ સાથે બે ઈસમો કીરણભાઇ મગનભાઇ રહેશીયા (ઉ.વ.૨૫) રહે- શનાળા ગોકુળ નગર પહેલી શેરી મોરબી તથા રોહિતભાઇ ચંદુભાઇ પરમાર (ઉ.વ.૨૦) રહે-શનાળા રોડ ગોકુલ નગર મોરબીવાળાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular