HomeGujaratશુ રાજપર ખાતે ફાર્મ હાઉસમાં દારૂ પાર્ટીનુ કાંડ બહાર આવશે કે પછી...

શુ રાજપર ખાતે ફાર્મ હાઉસમાં દારૂ પાર્ટીનુ કાંડ બહાર આવશે કે પછી ભીનું સંકેલાય જશે?

મોરબી જીલ્લામાં અનેક કાંડ થયા છે પછી તે જુગાર કાંડ હોય કે દારૂ કાંડ પરંતુ આજ સુધી તેનું ભીનું સંકેલાય જાય છે જેમામ કે ટંકારા ખાતે કમ્ફર્ટ રિસોર્ટ જુગાર કાંડ વખતે અમે મોટા તોડકાંડ નો અહેવાલ પ્રસારિત કર્યો હતો શરૂઆતમાં એસ પી એ પણ કઈ નથી થયું ના ગીત ગયા બાદ માં SMC તપાસ થઈ , પી આઈ ઉપર ગુનો દાખલ થયો અને મુદામાલ પણ કબજે થયો

આવી રીતે રાજપર ખાતે આવેલ એક ચર્ચિત ફાર્મ હાઉસ ખાતે ૩૦ થી વધુ લોકોની પુડલા સાથે પાર્ટી ચાલતી હતી અને અચાનક તાલુકો પોલીસના ડી સ્ટાફ ની ટીમે રેડ પાડી.અને CCTV નું ડી વી આર કબ્જે કરી જતી રહી તેવી જાણકારી મળી છે

ઉલ્લેખનીય છે કે આ રેડની ચર્ચા વાયુ વેગે મોરબી માં ફેલાઈ જેમાં બહુ મોટો તોડ થયાના સમાચાર વહેતા થયા , ફાર્મ હાઉસ માલિક આ ઘટના દબાવવા ખૂબ ધમપછાડા કર્યા હતા એવી પણ માહિતી મળી રહી છે કે હાઈ પ્રોફાઇલ લોકો ગાડીમાં બેસી ને દારૂ પાર્ટી કરી રહ્યા હતા

જો પોલીસ દ્વારા તોડ ન કરાયો હોય તો પોલીસ DVR શા માટે લઈ ગઈ, અને DVR મા જો દારૂ પાર્ટી ચલતી હોય તો મુદા માલ વિના કાર્યવાહી પણ ન થાય પોલીસ ગયા બાદ આ પાર્ટીની સભા વિખાઈ ગઈ હતી અને હાઈપ્રોફાઇલ લોકો પુડલા ખાધા વિના જ નીકળી ગયા હતા

પોલીસ બેડા માંથી પણ એવી જાણકારી મળી રહી છે કે આ ફાર્મ હાઉસ તોડ કાંડ બાદ તાલુકા પી આઈ રજા ઉપર ઉતરી ગયા છે

આ ફાર્મ હાઉસમાં એક વર્ષ પહેલા ત્યાંનો ચોકીદાર ગુમ થઈ ગયો હતો , ચોકીદારની પત્ની દ્વારા ગુમસુધા ની ફરિયાદ અરજી પણ કરી હતી ,ત્યારે પણ આ પ્રકરણ દબાવી દેવા ખૂબ ફોન થયા હતા, આજ દિન સુધી આ ચોકીદાર ની કોઈ પતો કે માહિતી નથી તો શું જીલ્લા પોલીસ વડા આ કાંડ ની તપાસ કરાવશે કે પસી ઘી ના ઠામ માં ઘી પડી જશે.

RELATED ARTICLES

Most Popular