હળવદ શહેરમાં વિદેશી દારૂ વેચાણના ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા હેઠળ ડિટેઇન કરી આરોપીને સુરત જેલ હવાલે કરતી હળવદ પોલીસ.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઈસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીનાઓ તરફથી પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપીનુ પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય જે ઇસમને સત્વરે અટક કરવા માટે અલગ અલગ ટીમ બનાવી આરોપી પ્રવિણભાઇ લાખાભાઇ પગી (ઉ.વ.૪૦) રહે લાકડીયા પગીવાસ તા.ભચાઉ જી.કચ્છવાળાને પકડી પાસા એકટ તળે ડિટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપેલ છે.

