HomeGujaratમોરબીના શક્તિ ચોક નજીક ઇંગ્લિશ દારૂની 07 બોટલ સાથે એક ઝડપાયો 

મોરબીના શક્તિ ચોક નજીક ઇંગ્લિશ દારૂની 07 બોટલ સાથે એક ઝડપાયો 

મોરબી શહેરમાં દારૂબધી કાગળ પર રહી છે ત્યારે મોરબીના શક્તિ ચોક પાસે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની સાત બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી શહેરમાં દારૂબંધી માત્ર નામની રહી છે ત્યારે મોરબીના શક્તિ ચોક પાસે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૦૭ કિં રૂ‌. ૪૮૭૨ નાં મુદામાલ સાથે આરોપી રાજુભાઈ જાદવભાઈ સરાણીયા (ઉ.વ.૩૨) રહે. આરટીઓ ઓફિસ બાજુમાં ઝુંપડામાં જાંબુડીયા મોરબીવાળા ને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ ઇકબાલ જુસબભાઈ કટીયા રહે. મોરબીવાળાનુ નામ ખુલતા બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular