મહારાષ્ટ્ર ખાતેથી ચીટીંગ કરી ૩૨૦ ગુણી સોપારીની મોરબી લાવવામાં આવી હતી અને આ સોપારી મોરબીના રાજપર ગામે ગોડાઉનમાં રાખવામાં આવી હતી. જે મહારાષ્ટ્રના છત્રપતી સંભાજીનગર પોલીસ સ્ટેશન પીઆઈ દ્વારા સર્ચ રેડ કરી રાજપર ગોડાઉનમાંથી ૩૨૦ ગુણી સોપારી જપ્ત કરી હતી અને આ ચીટીંગના ગુનામા રાજપરના એક શખ્સ તથા જે તે સમયે ટ્રક માલિકની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
આ અંગે મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ સંતોષ મિસ્લે બાતમીને આધારે તપાસ માટે મોરબી આવ્યા હતા અને અહીં મોરબી તાલુકાના રાજપર ગામે તપાસ કરતા અહીં લક્ષ્મણભાઈ રવજીભાઈ નકુમનું ગોડાઉન ભાડે રાખીને તેમાં ડેનિસ કાંતિલાલ મારવાણીયા રહે. રાજપર તા.મોરબીએ સોપારીનો જથ્થો સંગ્રહિત કરીને રાખ્યો હતો. વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્ર ખાતેથી ચીટીંગ કરીને આ ૩૨૦ ગુણી સોપારી ટ્રક નંબર જીજે ૧૯ એકસ ૪૪૬૨ માં લાવવામાં આવ્યો હોય હાલ આ સોપારીનો જથ્થો મહારાષ્ટ્ર પોલીસે તેઓના ટ્રક નંબર એમએચ ૧૮ એસી ૨૨૯૯ માં ભરીને મહારાષ્ટ્ર ખાતે રવાના કરેલ છે.અને આ કેસમાં રાજપર ગામના ડેનિસ કાંતિલાલ મારવાણીયા કે જેને ગોડાઉન ભાડે રાખીને અહીં આ સોપારીનો જથ્થો સંગ્રહિત કર્યો હતો તેની તથા ટ્રકના ચાલક અને ટ્રકના માલિકની શોધખોળ શરૂ કરવામાં આવેલ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળેલ છે.

