HomeGujaratમોરબીની યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર શખ્સ વિરુદ્ધ ફરીયાદ 

મોરબીની યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર શખ્સ વિરુદ્ધ ફરીયાદ 

મોરબી શહેરમાં રહેતી એક યુવતીને આરોપીએ પ્રેમજાળમાં ફસાવી યુવતીને લગ્નની લાલચ આપી અમદાવાદ લઇ જઈ યુવતી સાથે દુષ્કર્મ આચરતા આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરના એક વિસ્તારમાં રહેતી યુવતી લાતી પ્લોટ વિસ્તારમાં આવેલા કારખાનામાં મજુરી કામ માટે જતી હતી આ યુવતીને દિલસાદ નામના એક શખ્સ દ્વારા બે માસ પહેલા તેને પ્રેમ જાળમાં ફસાવી હતી અને તેની સાથે છેડતી કરી અને શારીરિક અડપલા પણ કર્યા હતા બાદમાં બને વચ્ચે પ્રેમ વધુ ગાઢ બનતા આ શખ્સે યુવતીને લગ્નની લાલચ આપી અમદાવાદ ખાતે લઇ ગયો હતો જ્યાં એક હોટેલમાં રોકાયો હતો આ શખ્સ દ્વારા તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને યુવતીને હોટેલમાં છોડી જઈ ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે યુવતી દ્વારા આરોપી વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી આ ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી આરોપીની શોધખોળ હાથ ધર્યું છે

RELATED ARTICLES

Most Popular