HomeGujaratમોરબીમાં મનસ્વી રીતે ફરજ પર ગેરહાજર રહેનાર કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ નોંધાય

મોરબીમાં મનસ્વી રીતે ફરજ પર ગેરહાજર રહેનાર કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ નોંધાય

મોરબી તાલુકા વિસ્તારમાં મનસ્વી રીતે પોતાની ફરજ પર હાજર ન રહેનાર મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અનાર્મ કોન્સ્ટેબલ વિરુદ્ધ કલમ 145 મુજબ મોરબી તાલુકો પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એસ. કે. ચારેલ એ આરોપી માણસુરભાઈ દેવદનભાઈ અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ મોરબી તાલુકો પોલીસ સ્ટેશન વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું છે કે આરોપી માણસુરભાઈ દેવદાનભાઈ અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ બ.નં.૩૯૨, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વાળાઓ ગઇ તા. ૧૬/૦૬/૨૦૨૫ થી ગેરહાજર પડેલ બાદ નિયમો અનુસાર હાજર થવાની ત્રણ નોટીસની બજવણી કરવા છતા કોઇ પણ પ્રકારની જાણ કર્યા વગર પોતાની મનસ્વી રીતે ગેરહાજર રહી પોલીસ કર્મચારી તરીકે જેનુ પાલન અને આદર કરવાની તેની ફરજ હોવા છતા, કાયદેસરના આદેશનો જાણી જોઇને ભંગ કરી, પોતાની ફરજમાં ગફલત કરી, કાયદેસરની ફરજ ઉપર હાજર નહી થઇ, મનસ્વી પણે ફરજ ઉપર ગેરહાજર રહેતા આરોપી વિરુદ્ધ જી.પી. એક્ટ કલમ 145 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular