HomeGujaratમોરબીના વાવડી રોડ પર સંત કબીર આશ્રમ નજીકથી બાઈકની ઉઠાંતરી 

મોરબીના વાવડી રોડ પર સંત કબીર આશ્રમ નજીકથી બાઈકની ઉઠાંતરી 

મોરબી શહેરમાં બાઇક ચોરના કિસ્સામા નોંધપાત્ર વધારો ન થઈ રહ્યો છે ત્યારે ત્યારે મોરબીના વાવડી રોડ પર ભક્તિનગર સોસાયટી પાસે સંત કબીર આશ્રમ નજીક દેવીસીંગ રાઠોડના ઘરની સામેથી યુવકનું કોઈ અજાણ્યો ચોરી સમ બાઈક ચોરી કરી લઈ ગયો હોવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના નાનીવાવડી ગામ નજીક ભગતડા રોડ દેવફન પહેલા ઉમિયા પાર્કમાં રહેતા અને વેપાર કરતાં લખજી રોહસિંઘ (ઉ.વ.૩૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે કોઈ અજાણ્યો ચોર ઈસમ ફરિયાદીનું બ્લેન્ડર મોટરસાયકલ જેના રજીસ્ટર નંબર GJ-36-AQ- 6410 જેની કિંમત રૂપિયા 1,16,000 વાળું દેવીશીંગના ઘરની સામેથી ફરિયાદી એ પાર્ક કરેલ જગ્યાએથી આરોપી ચોરી કરી લઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular