મોરબી જીલ્લામાં અપહરણના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ટંકારા શહેરમાં આવેલ લતીપર ચોકડી બ્રિજ નીચે માર્કેટ પાસેથી સગીરાનું એક શખ્સ અપહરણ કરી લઈ ગયો હોવાની ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
આ મળતી માહિતી મુજબ ટંકારા પંથકમા રહેતા એક મહિલાએ આરોપી સુનિલ મોતીલાલ મહતો રહે. બિહાર વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીની 14 વર્ષીય સગીર વયની દીકરી આરોપી સુનિલ લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયો હોવાની ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસ કલમ 137(2) મુજબ ગુનો નોંધી આગળ તપાસ કરી છે.




