HomeMorbiમોરબી રેલવે સ્ટેશન રોડ પર એસ.ટી. બસની ટક્કર: આધેડને ગંભીર ઈજા, ચાલક...
મોરબી રેલવે સ્ટેશન રોડ પર એસ.ટી. બસની ટક્કર: આધેડને ગંભીર ઈજા, ચાલક સામે ફરિયાદ
મોરબી શહેરમાં એસ.ટી. બસના ચાલકોની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. મોરબીના રેલવે સ્ટેશન રોડ પર મેલડી માતાજીના મંદિર નજીક રોડ પર ચાલીને જઈ રહેલા એક આધેડને એસ.ટી. બસે ટક્કર મારતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રાજપર ગામના રહેવાસી અને ખેતી કામ કરતા રમણીકભાઈ ગોપાલભાઈ મારવાણીયા (ઉ.વ.૫૨)ને એસ.ટી. બસ રજીસ્ટર નંબર -GJ-18-Z-8419 ના ચાલક વિરુદ્ધ વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી એ પોતાના હવાલા વાળી એસ.ટી.બસ નંબર GJ-18-Z-8419 ના ચાલકે રેલવે સ્ટેશન રોડ પર પગે ચાલી ને મંદિર બાજુ રોડ ની સાઇડમા જતો હતો ત્યારે પાછળથી ફુલ સ્પિડમા ચલાવી ફરીયાદી ને પાછળથી ઠોકર મારતા મને માથાના ભાગે મુંઢ ઇજા તથા ડાબા પગના ઢિચણ થી ઉપર સાથળના ભાગે ફેકચર જેવી ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.