HomeMorbiવાંકાનેરના દીઘલીયા ગામે છરીથી હુમલો: સમજાવવા ગયેલા યુવકને ઈજા

વાંકાનેરના દીઘલીયા ગામે છરીથી હુમલો: સમજાવવા ગયેલા યુવકને ઈજા

વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામે છરી વડે હુમલાની ઘટના સામે આવી છે. જેમાં યુવક પોતાના ભત્રીજાને લગતી બોલાચાલી મામલે સમજાવવા જતા જ હુમલાનો ભોગ બન્યો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ દીઘલીયા ગામના રહેવાસી રુક્મુદ્દીનભાઈ હુસેનભાઈ શેરસીયા (ઉ.વ.૩૯) એ ગામના જ તનવીરભાઈ ગફારભાઈ ખલીફા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીએ ફરિયાદીના ભત્રીજા સાથે બોલાચાલી કરી હતી, જેને શાંતિથી ઉકેલવા ફરિયાદી ગયા હતા. પરંતુ આરોપી ઉશ્કેરાઈ જતા ગાળો આપી પોતાની પાસે રહેલી છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular