HomeMorbiવાંકાનેર બહેનના ઘરે ગયેલી પરણિતાને સાસરીયા પક્ષ દ્વારા માર મારતા ફરીયાદ દાખલ 

વાંકાનેર બહેનના ઘરે ગયેલી પરણિતાને સાસરીયા પક્ષ દ્વારા માર મારતા ફરીયાદ દાખલ 

વાંકાનેર શહેરમાં એક પરણિતાને બહેનના ઘરે જવા બદલ સાસરીયા પક્ષ દ્વારા મારમારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં નવાપરા શેરી નંબર -૦૨ માં રહેતા નિશાબેન બેચરભાઈ દેત્રોજાએ આરોપી બેચરભાઈ હરેશભાઇ દેત્યોજા, હરેશભાઇ માનસિંગભાઈ દેત્રોજા, પ્રભાબેન હરેશભાઇ દેત્રોજા રહે. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી પોતાના બહેનના ઘેર આંટો મારવા ગેયલ હોય જેનો ખાર રાખી ફરીયાદને આરોપીઓએ મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular