HomeMorbiમોરબીમાં વ્યાજખોરીનો કાળો ખેલ: રૂપિયા ચુકવ્યા છતાં દાગીના-ચેક પરત નહીં, બે શખ્સો...
મોરબીમાં વ્યાજખોરીનો કાળો ખેલ: રૂપિયા ચુકવ્યા છતાં દાગીના-ચેક પરત નહીં, બે શખ્સો સામે ફરિયાદ
મોરબીમાં વ્યાજખોરીનો ગંભીર મામલો સામે આવ્યો છે, જેમાં વ્યાજ સહિત સંપૂર્ણ રકમ ચુકવી દીધા છતાં ફાઇનાન્સ ચલાવતા દંપતીએ ગીરવે મુકેલા સોનાના દાગીના અને કોરા ચેક પરત ન આપતા પીડિતે પોલીસનો દરવાજો ખખડાવ્યો છે. સાથે જ બળજબરીપૂર્વક મોટરસાયકલ કબજે કરી વધુ ઉઘરાણી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યાની પણ ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી જેઈલ રોડ સબ જેલ સામે અનુજાતીવાસમા શેરી નંબર -૦૬ માં રહેતા મહેશભાઈ ભીખાભાઈ પઠાણ (ઉ.વ.૪૦) એ આરોપી ભાવિનભાઈ નરેન્દ્રભાઈ ત્રિવેદી રહે. ત્રાજપર ટી.કે. હોટેલ નજીક લક્ષ્મી એપાર્ટમેન્ટ -૨ મોરબી તથા ભાવીનભાઈ નરેન્દ્રભાઈ ત્રિવેદીના પત્ની વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીએ રૂ. ૨,૪૦,૦૦૦/- વ્યાજે આપી બળજબરી પુર્વક કોરા ચેક લઇ તેમજ સોનાના દાગીના ગીરવે મુકેલ જેના મળી વ્યાજ સહિત રૂ.૭,૬૭,૫૦૦/- ચુકવી આપેલ હોવા છતા સોનાના દાગીના ,ચેકો પરત નહી આપી તેમજ સાથી સોનલબેન બાબુભાઇ સોલંકી નાઓને રૂ.૨,૫૦, ૦૦૦/- વ્યાજે આપી તેનુ રૂ.૫,૦૦, ૦૦૦/- નુ લખાણ કરાવી ચેકો બળજબરી પુર્વક લઇ તેમજ એક મોટરસાયકલ બળજબરી પુર્વક લઇ વ્યાજ સહીત મુદલ રકમ પરત આપી દિધા હોવા છતાં આરોપીઓએ રૂપીયાની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.