HomeMorbiમોરબીમાં વ્યાજખોરીનો ત્રાસ યથાવત: લાખો પરત આપ્યા છતાં વેપારીને જાનથી મારી નાખવાની...
મોરબીમાં વ્યાજખોરીનો ત્રાસ યથાવત: લાખો પરત આપ્યા છતાં વેપારીને જાનથી મારી નાખવાની ધમકી
મોરબી શહેરમાં વ્યાજખોરોના વધતા આતંકનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. વેપાર માટે લેવામાં આવેલા નાણાંની મૂડી અને વ્યાજ બંને ચૂકવી દેવા છતાં આરોપીઓ દ્વારા ગેરકાયદેસર ઉઘરાણી અને જીવના જોખમ જેવી ધમકીઓ આપતા વેપારીએ પોલીસનો દરવાજો ખખડાવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપમા ૩૦૪ મંગલ જ્યોતી હોમ્સ -૦૧ મા રહેતા અને વેપાર કરતાં અનીલભાઈ ચંદુભાઈ જાકાસણીયા (ઉ.વ.૩૫) એ આરોપી ચીરાગભાઈ સંધાણી રહે. ગોલ્ડન માર્કેટ રવાપર રોડ તથા સુરેશભાઈ કાથાલાલ રાયકા રહે મોરબીવાળા વિરુદ્ધ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને વેપાર કરવા માટે રૂપીયાની જરૂરત હોય જેથી આરોપી ચીરાગ પાસેથી માસીક ૧૦ ટકા લેખે રૂા.૧,૦૦,૦૦૦/- વ્યાજે લીધેલ હોય જેમાંથી રૂપિયા ૨,૫૦,૦૦૦/- મુડી તથા વ્યાજ ફરીયાદીએ પાછા આપેલ હોય તથા આરોપી સુરેશભાઈ પાસેથી માસીક ૧૦ ટકા લેખે રૂા.૪,૦૦,૦૦૦/- વ્યાજે લીધેલ હોય જેમાંથી રૂપિયા ૫,૪૦,૦૦૦/- મુડી તથા વ્યાજ ફરીયાદીએ પાછા આપેલ હોય તેમ છતા આરોપી સુરેશભાઈએ ફરિયાદી પાસેથી બન્નેના રૂપીયાની ઉઘરાણી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.