HomeMorbiવાંકાનેરમાં ખનીજ માફિયાઓ પર પોલીસ અને ખનીજ વિભાગનો પ્રહાર : હળદર ધારમાંથી...
વાંકાનેરમાં ખનીજ માફિયાઓ પર પોલીસ અને ખનીજ વિભાગનો પ્રહાર : હળદર ધારમાંથી 4.10 કરોડનો જથ્થો જપ્ત
વાંકાનેર તાલુકાના ઓળ ગામની સીમમાં ખનીજ માફિયાઓએ ગેરકાયદેસર ખનનનો ગઢ ઉભો કર્યો હતો, પરંતુ ખાણ ખનીજ વિભાગ અને પોલીસના સંયુક્ત ઓપરેશનથી આ ગેરરીતિઓ પર મોટો પ્રહાર થયો છે.
વાંકાનેર તાલુકાના ઓળ ગામની હળદર ધાર વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજનુ ખનન થતું હોવાની બાતમી મળતા ખાણ ખનીજ વિભાગ મોરબી તથા પોલીસ તંત્ર સતર્ક બન્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. એચ.એ. જાડેજા અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા મળેલ બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી.
ત્યારબાદ બંને વિભાગની ટીમોએ સંયુક્ત રીતે સ્થળ પર રેઇડ હાથ ધરી હતી. રેઇડ દરમિયાન ખનન માટે ઉપયોગમાં લેવાતા મોટા વાહનો અને મશીનરી ઝડપી પાડવામાં આવી હતી. જેમાં ટાટા કંપનીના ડમ્પર નંબર GJ-36-X-9153 (ખનીજ ભરેલા) કિંમત રૂ. 3 કરોડ, ડમ્પર GJ-36-X-8804 અને GJ-36-V-9949 કુલ અંદાજે રૂ. 60 લાખ તેમજ સેની કંપનીનું એક્સ્કાવેટર (મોડેલ SY210-C-9) કિંમત રૂ. 50 લાખ મળી કુલ રૂ. 4.10 કરોડનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ કામગીરી બાદ ખનીજ માફિયાઓમાં ભયનો માહોલ ફેલાયો છે અને તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.