HomeMorbiહળવદના ધુળકોટ ગામે માતાજીના મંદિરમાં ચોરીનો બનાવ, ચાંદી-સોનાના આભૂષણો સહીત રૂ.75 હજારનો...

હળવદના ધુળકોટ ગામે માતાજીના મંદિરમાં ચોરીનો બનાવ, ચાંદી-સોનાના આભૂષણો સહીત રૂ.75 હજારનો મુદ્દામાલ ગાયબ

હળવદ તાલુકાના ધુળકોટ ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરમાં ચોરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા ચોરોએ મંદિરમાંથી ચાંદી અને સોનાના આભૂષણો સહીત આશરે રૂ. 75 હજાર જેટલો મુદ્દામાલ ચોરી કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને લઈને ગામમાં ચકચાર મચી જવા પામી છે અને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ધુળકોટ ગામે રહેતા અર્જુનસિંહ હરભમજી જાડેજાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે હળવદ તાલુકાના ધુળકોટ ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરમાંથી અલગ અલગ નાના મોટા જુના ચાંદીના છત્તર આશરે 70 નંગ તેમજ મુગટ નંગ એક જેની કુલ વજન આશરે દોઢેક કિલો જેની અંદાજિત કિંમત રૂપિયા 45000 તેમજ સોનાના અલગ અલગ મોટા જૂના છતર આશરે 10 તેમજ ટીલડી નંગ બે જેનું વજન આશરે એકાદ તોલા જેટલું જેની અંદાજિત કિંમત રૂપિયા 30,000 મળી કુલ કિંમત રૂપિયા 75000 જેટલા મુદ્દામાલની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular