Sunday, April 19, 2026
HomeMorbiટંકારામાં ડૉ.ભીમરાવ આંબેડકર સાહેબની 135 મી જન્મજયંતિ ઉજવણી કરાઈ

ટંકારામાં ડૉ.ભીમરાવ આંબેડકર સાહેબની 135 મી જન્મજયંતિ ઉજવણી કરાઈ

Advertisement
Advertisement

આજે ટંકારા તાલુકામાં બાબા સાહેબ આંબેડકરનાં 135માં જન્મ દિવસની ખુબ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

આંબેડકર ભવન સેવા સમિતિનાં નેજા હેઠળ આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. સવારે નવ વાગ્યે લતીપર હાઈવે પર આવેલાં આંબેડકર ભવન પરથી શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું, જે ટંકારાના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને આંબેડકર ભવન પર મહાસભામાં ફેરવાઈ હતી.

શોભાયાત્રા દરમિયાન ભીમ ગીતો અને ભીમ ગરબાનાં સૂરોથી વાતાવરણમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં સર્વ સમાજનાં આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તાલુકાનાં અનુસૂચિત જાતિ સમાજનાં આગેવાનો, કાર્યકર્તાઓ પોતાનાં પરિવારો સહિત ઉત્સાહભેર સહભાગી બન્યાં હતાં. શોભાયાત્રા દરમિયાન દરેક ચોક પર ટંકારા વેપારી એસોસિએશન, આર્ય સમાજ દળ, ઉત્સવ સમિતિ તેમજ હિન્દુ મુસ્લિમ અને બૌદ્ધ સમાજ દ્વારા ઠંડા પીણાં, છાશ શરબત વિતરણ કરીને સેવાનો અનેરો આનંદ માણ્યો હતો.

કાર્યક્રમનાં અંતે મૈત્રી ભીમ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સમાજનાં લોકોએ એકસાથે પંગતમાં બેસીને ભોજન લીધું હતું અને સમાજમાં સમાનતા તથા મૈત્રીનો ઉત્તમ સંદેશ આપ્યો હતો.

વર્ષોથી ટંકારા મધ્યે જન્મ જયંતિ ઉજવણી મેદાનમાં હાલ વિશાળ ભવન નિર્માણ પામ્યું છે. જ્યાં આજ રોજ સેંકડો ભીમ સૈનિકો સભા સ્વરૂપે ઉમટી પડ્યાં હતાં. આ તકે રાજકોટ થી પધારેલાં બામસેફ કાર્યકર્તા નરેશભાઈ પરમાર, બામસેફ કાર્યકર્તા એચ.ડી.પરમાર તેમજ એડવોકેટ દિપકભાઈ પરમાર, એડવોકેટ મનસુખભાઈ ચૌહાણ, એડવોકેટ જોશનાબેન ચૌહાણે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને બાબાસાહેબનાં અપ્રતિમ કાર્યોથી લોકોને માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમ થકી ડૉ. આંબેડકર સાહેબનાં વિચારો અને સામાજિક ન્યાય તેમજ શિક્ષણનાં મહત્વને વધુ ઉજાગર કરવામાં આવ્યાં હતાં.

આ પ્રસંગે બહુજન કર્મશીલ નાગજીભાઈ ચૌહાણ, અગ્રણી રમેશભાઈ રાઠોડ તેમજ પૂર્વ તાલુકા ચેરમેન મહેશભાઈ લાધવા, અગ્રણી અશોકભાઈ ચાવડા તેમજ અગ્રણી જયંતિભાઈ સારેસા સહિત અનેક યુવાઓએ તન, મન, ધનથી જહેમત ઉઠાવી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular