HomeMorbiવિનયગઢમાં ખનીજ માફિયાઓ પર ત્રાટક્યું કાયદાનું હથોડું: મોરબી LCB-SOGએ રૂ. 1.39 કરોડનો...
વિનયગઢમાં ખનીજ માફિયાઓ પર ત્રાટક્યું કાયદાનું હથોડું: મોરબી LCB-SOGએ રૂ. 1.39 કરોડનો મુદ્દામાલ જપ્ત
મોરબી જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન સામે પોલીસ અને ખાણ-ખનીજ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે ચાલી રહેલા કરોડોના ખનીજ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરતા મોરબી LCB-SOG અને ખાણ ખનીજ વિભાગની ટીમે સંયુક્ત દરોડામાં JCB, ટ્રેક્ટર અને ડમ્પર સહિત ₹1.39 કરોડનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. ઘટનાએ ખનીજ માફિયાઓમાં ભારે ખળભળાટ મચાવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી LCB-SOG ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે સુરેન્દ્રનગર ના થાનગઢનો ગભરૂભાઈ રબારી વિનયગઢ ગામની સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર ખનન કરી રહ્યો છે આ બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર સાથે રાખી પોલીસે દરોડો પાડતાં સ્થળ પરથી જે.સી.બી મશીન, ટ્રેક્ટર, અને ડમ્પર મળિ કુલ કિંમત રૂપિયા ૧,૩૯,૦૦,૦૦૦ નો મુદામાલ ઝડપી પાડી તેમજ આરોપી ગભરૂભાઈ નાથાભાઈ રબારી રહે. તરણેતર તા. થાનગઢ તથા વાલાભાઇ ગગજીભાઈ અલગોતર રહે. જામવાડી તા.થાનગઢ વાળા વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.