HomeMorbiપ્રેમલગ્નનો ખાર રાખી ખાખરેચીમાં ત્રાટક્યા હુમલાખોરો, ઘરમાં આગચંપી કરી લાખનું નુકસાન

પ્રેમલગ્નનો ખાર રાખી ખાખરેચીમાં ત્રાટક્યા હુમલાખોરો, ઘરમાં આગચંપી કરી લાખનું નુકસાન

માળિયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે પ્રેમલગ્નની અદાવત હિંસક રૂપ ધારણ કરતાં એક પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓએ ઘરમાં ઘૂસી આગચંપી કરી તેમજ કુહાડી અને ત્રીકમ વડે તોડફોડ મચાવી અંદાજે રૂ. એક લાખનું નુકસાન પહોંચાડતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના ખાખરેચી ગામે રહેતા નરેશભાઈ પ્રભુભાઈ ઉચાણા (ઉ.વ.૪૨) એ ઓસમાન અલારખા મોકરસી, અમીના ઓસમાન મોકરસી, સહમાહેનૂર ઓસમાન મોકરસી ત્રણેય રહે.- ખાખરેચી, તા-માળીયા મી.વાળા વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ભાઇના દિકરાએ આરોપીની દીકરી સાથે પ્રેમલગ્ન કરેલ હોય જે બાબતનું મનદુ:ખ ચાલતું હોય તેનો ખાર રાખી ફરીયાદીના ભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ ફરીયાદીના મોટાભાઇ નવઘણભાઇના ઘરમાં અપ-પ્રવેશ કરી ઘરમા આગ લગાડી તથા ઘરમાં ચીજ વસ્તુને કુહાડી તથા ત્રીકમ વડે તોડફોડ કરી આશરે રૂ.૧,૦૦,૦૦૦/- નુકસાની કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular