HomeMorbiવાંકાનેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મહાઆરતી યોજાઈ

વાંકાનેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મહાઆરતી યોજાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના શાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વાંકાનેરના પ્રાચીન ધોળેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં વડાપ્રધાનના સારા સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને રાષ્ટ્રસેવાના કાર્યમાં સતત સફળતા માટે વિશેષ પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.

મંદિરના પૂજારી નિલેશગીરી ગોસ્વામી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન વિધિ સંપન્ન કરાવવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ, વાંકાનેર શહેર ભાજપ, મહિલા મોરચાના હોદ્દેદારો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ભાજપ સમર્થકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular