HomeGujaratવાંકાનેરમાં ‘સામું જોવા’ મુદ્દે ચાની હોટેલે બબાલ; બે પક્ષો સામસામે પોલીસ ફરિયાદે...

વાંકાનેરમાં ‘સામું જોવા’ મુદ્દે ચાની હોટેલે બબાલ; બે પક્ષો સામસામે પોલીસ ફરિયાદે પહોંચ્યા

વાંકાનેરના માર્કેટચોક વિસ્તારમાં આવેલી એક ચાની હોટેલ પર સામે જોવા જેવી નજીવી બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી બાદ મારામારીની ઘટના બનતા બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરના સીપાઈ શેરી નં. 1 ખાતે રહેતા એજાજ ગુલાબભાઈ ચૌહાણ (ઉ.વ. 26) એ વિશાલ ગાંડુભાઈ ડાભી (રહે. ભરવાડપરા, વાંકાનેર), ભુરો તથા મિલન રમેશભાઈ રાજગોર (રહે. લુહારશેરી, વાંકાનેર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ એજાજ ચૌહાણ પોતાના સાથી સાથે કનૈયા ચાની હોટલે ચા પીતા હતા ત્યારે આરોપીઓ ત્યાં આવી વિશાલ ડાભીએ સામે જોવા (કાતર મારવા) બાબતે બોલાચાલી કરી હતી. ત્યારબાદ આરોપીઓએ ફરિયાદીને ઢીકા-પાટુનો માર મારી ભુંડાબોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

 

બીજી તરફ ભરવાડ શેરીમાં રહેતા વિશ્વદીપભાઈ ગાંડુભાઈ ડાભી (ઉ.વ. 27) એ એજાજ ઉર્ફે ડાડલી, મહમદ હુસેન લાખા, એજાજનો ભાઈ, નીખીલ ઉર્ફે કાબો ભોજક, અકીલ, ઈકબાલ, આફતાબ લાખા અને અલફાઝ માણેક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ એજાજ ઉર્ફે ડાડલી સામે કાતરીયા મારતો હોવાથી તેને સમજાવવા જતા આરોપીઓએ ફરિયાદી તથા તેમના સાથી મિલનભાઈ દાદર સાથે બોલાચાલી કરી જપાઝપી કરી હતી. બાદમાં ફરિયાદીને મુઢમાર મારી ભુંડાબોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું નોંધાયું છે. બંને પક્ષોની ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular