HomeMorbiમોરબીમાં શિક્ષિકાની ફરિયાદ: દિકરો ન હોવાના મેણાટોણા અને ત્રાસ મામલે પતિ સહિત...

મોરબીમાં શિક્ષિકાની ફરિયાદ: દિકરો ન હોવાના મેણાટોણા અને ત્રાસ મામલે પતિ સહિત 5 સામે ગુનો નોંધાયો

મોરબીમાં સરકારી શિક્ષિકા તરીકે ફરજ બજાવતી પરણિતાએ પતિ, સાસુ-સસરા, જેઠ અને નણંદ દ્વારા વર્ષોથી શારીરિક તેમજ માનસિક ત્રાસ અપાતો હોવાની ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે પાંચ આરોપીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીની શ્રી રામ સોસાયટીમાં રહેતા અને સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતા ૪૩ વર્ષીય પુનમબેન બ્રિજેશભારથી ગોસ્વામીએ આરોપી બ્રિજેશ ભારથી કિશોર ભારથી ગોસ્વામી, હંસાબેન કિશોર ભારથી ગોસ્વામી, કિશોર ભારતી લાલ ભારથી ગોસ્વામી, ધર્મેશ ભારથી કિશોરભારથી ગોસ્વામી રહે. ચારેય શ્રીરામ સોસાયટી બાપા સીતારામ ચોક પાસે આનંદ સ્ટેશનરી બાજુમાં મોરબી તથા નિરાલી બેન રિતેશ પરી ગોસ્વામી રહે. આદિપુર જી. કચ્છવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને તેના લગ્નજીવન દરમિયાન તેના પતિ તથા સાસુ સસરા તથા જેઠ અને નણંદે અવાર નવાર નાની નાની બાબતોમાં તેમજ ઘરકામ બાબતે તથા ફરિયાદિને સંતાનમા ત્રણ દિકરીઓ હોય અને દિકરો ન હોય જે બાબતે અવારનવાર મેણાટોણા મારી હેરાન પરેશાન કરી એકબીજાને ચડામણી કરી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular