HomeMorbiપતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ જીવન ટૂંકાવ્યું, પતિ સામે ગુનો નોંધાયો
પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ જીવન ટૂંકાવ્યું, પતિ સામે ગુનો નોંધાયો
હળવદ તાલુકાના બુટવડા ગામે ચારિત્ર્ય અંગે ખોટી શંકા રાખી પતિ દ્વારા સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપ વચ્ચે એક પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના થળા ગામે રહેતા ચંદુભાઈ ગણેશભાઈ પાડલીયાએ આરોપી મુકેશભાઇ ગણેશભાઈ લોદરીયા રહે. બુટવડા ગામ તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાની પત્નીને કોઇ અન્ય માણસ સાથે આડાસબંધો હોય એ બાબતે સતત વહેમ રાખી પોતાની પત્નીને માનસિક તેમજ શારીરીક ત્રાસ આપી આપઘાત કરવા મજબુર કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.