HomeMorbiપાકીટના ઝઘડામાં હત્યા બાદ ફરાર આરોપી પોલીસના સકંજામાં, ટંકારા પોલીસની ત્વરિત કાર્યવાહી
પાકીટના ઝઘડામાં હત્યા બાદ ફરાર આરોપી પોલીસના સકંજામાં, ટંકારા પોલીસની ત્વરિત કાર્યવાહી
નસીતપર ગામે પાકીટને લઈને થયેલા ઝઘડામાં ખેતમજૂર રવિભાઈ ચોરાસાની હત્યા કર્યા બાદ ફરાર થયેલા આરોપી અનિલ મકવાણાને ટંકારા પોલીસે હ્યુમન સોર્સ અને બાતમીના આધારે ઝડપી પાડી કેસનો ઝડપી ભેદ ઉકેલી દીધો છે. પોલીસે હત્યામાં વપરાયેલ લાકડાનો ધોકો જપ્ત કરી વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ ગઇ તા.૨૮/૦૬/૨૦૨૬ ના રાત્રીના દસેક વાગ્યાના અરસામાં ફરીયાદી અશોકસિંહ હનુભા ઝાલા રહે. નશીતપર તા.ટંકારા જી.મોરબી વાળાની વાડીમાં ખેતમજુરી કામ કરતા રવિભાઈ બાબુભાઈ ચોરાસા રહે. મોરબી વાળો તથા તેનો મિત્ર અનિલ અશ્વિનભાઈ મકવાણા રહે. મોરબી વાળો એમ બન્ને વાડીએ બેઠા હતા.
ત્યારે અનીલ મકવાણાનું પાકીટ રવિભાઇ ચોરાસાએ લઇ લીધેલ હોય જે બાબતે ઝઘડો થતા અનિલ અશ્વિનભાઈ મકવાણાએ રવિભાઈ બાબુભાઇ ચોરાસાને લાકડાના ધોકા વડે શરીરે તથા માથામાં ગંભીર પ્રકારની ઇજા કરી ખુન કરી નાશી ગયેલ હોય જે મર્ડરના ગુનાના આરોપીને પકડી પાડવા પોલીસ ઇન્સ્પેકટર ટંકારા પોલિસ સ્ટેશનનાઓની સુચના થતા માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી મર્ડર કરી નાશી ગયેલ આરોપીને પકડી પાડવા પ્રયત્નશીલ હોય દરમ્યાન હ્યુમનસોર્સીશ તેમજ મળેલ બાતમીના આધારે મર્ડરના આરોપીને અટક કરી આરોપી પાસેથી ગુનાના કામે ઉપયોગ કરેલ લાકડાનો ધોકો કબજે કરી જરૂરી પુરાવા એકત્રીત કરવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.